મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ સીમ્પોલો સિરામિક કવાર્ટર પાસે પોલીસ વોચમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે RJ-03-GA-7734 નંબરના ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી માટીની બોરીઓ ભરેલ હતી, પોલીસે તે બોરીઓને હટાવતા તેમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે જે બોરીઓની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો આરોપી નિયાઝ ધીસાજી કાઠાત રહે. રાજસ્થાનવાળાને પોલીસે પકડી લીધો હતો. તે ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 336 બોટલો અને 72 બીયર ટીન કુલ રૂ.- 3,24,912 તેમજ ટ્રક સહીત કુલ રૂ. – 13,24,912નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

