મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૧ માં એક હત્યાનો બનાવ નોધાયો હતો જેમાં ઇકબાલ મહમદ હુસેન બલોચ નામના શખ્સ ની પત્ની નસીમબેનને વિજય કોટક નામના યુવક સાથે પ્રેમ સંબધ હોય જે અંગેની જાણ ઇકબાલ બલોચે તેની તીક્ષણ હથીયારના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી આ બનાવમાં પોલીસે જે તે સમયે આરોપી ઇકબાલ બલોચની ધરપકડ કરી હતી કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો હતો
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જ સીટ ફ્રેમ થતા કેસ મોરબી સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજય સી જાની દ્વારા દલીલો કરી હતી તેમજ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા અને સાક્ષીઓની તપાસ કરી હતી કોર્ટે પુરાવા અને સાક્ષીઓ આધારે આરોપીને હત્યા કેસમાં દોષિત જાહેર કરી આજીવન કેદ ફટકારી હતી તેમજ અલગ અલગ કલમ હેઠળ 33 હહજારનો દંડ ફત્ક્ર્યો હતો

