HomeGujaratમોરબીમાં ભાણેજ પાડોશીની દીકરીને ભગાડી લગ્ન કરી લેતા મામાને દીકરીના પરિવારે મારમાર્યો,...

મોરબીમાં ભાણેજ પાડોશીની દીકરીને ભગાડી લગ્ન કરી લેતા મામાને દીકરીના પરિવારે મારમાર્યો, સામ-સામી ફરિયાદ

મોરબીમાં યદુનંદન પાર્ક-2 ઉમીયા સર્કલ પાસે રહેતા જયરાજસિંહ કીરતીસિંહ જાડેજાની દીકરી આરોપી ભરતભાઇ નિમાવતના ભાણેજ સાથે ભાગીને લગ્ન કરેલ હોય જે બાબતે તેઓ ક્યા રહે છે તેનુ એડ્રેશ આ કામે સાહેદ પુછતા હોય ત્યારે આરોપી ભરતભાઇ નિમાવત તથા એક અજાણ્યો માણસએ બંને એકદમ ઉશ્કેરાઈ જઈ ફરી.ના ભાઇને ગાળો આપી ઢીકા પાટુનો માર મારતા હોય ત્યારે ફરીયાદી તેમને છુટ્ટા પડાવવા જતા આ કામે આરોપીઓએ જયરાજસિંહ સાથે જપાજપી કરી શરીરે મૂઢ ઇજા પહોચાડી હતી.

જયારે સામાપક્ષે ભરતભાઇ નારણદાસ નિમાવતએ આરોપી ભરતસિહ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને શક્તીસિંહ જાડેજા નામના ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું કે, ભરતભાઇના ભાણેજે જયરાજસિંહની દીકરી સાથે ભાગીને લગ્ન કર્યા હોય અને હાલ તે બંને ક્યાં છે. તે અંગે પુછતા ભરતભાઈએ તેમને કાઇ ખબર ન હોવાનું જણાવતા ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો. આ મામલે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW