મોરબીની જાણીતી મલ્ટી સ્પેશાલીસ્ટ હોસ્પિટલ એવી આયુષ હોસ્પિટલે છેલ્લા 20 મહિનામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત 11 હજારથી વધુના ક્લેમ અને 34 કરોડ જેટલું માતબર બીલ મુક્યાના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. કલેકટરે તપાસના આદેશ આપી ૪ લોકોની ટીમ ત્યાં સ્થળ પર મોકલી હતી અને ટિમ દ્વારા હોસ્પિટલમાં 5 કલાકની તપાસનું નાટક પણ કરવામાં આવ્યું હતું બીજી તરફ આ હોસ્પીટલમાં પીએમજેએવાય અંતર્ગત જે દર્દીઓ દ્વારા સારવાર લીધી હતી.
પરંતુ તબીબોની બેદકારીનો ભોગ બન્યા હોય તેવા દર્દીઓ પણ સામે આવવા લાગ્યા છે તેમને હોસ્પિટલમાં સારવાર ના નામે ડોક્ટર અને સ્ટાફ દ્વારા જે પ્રકારની હેરાનગતિ થઈ તેવી હૈયા વરાળ ઠાલવતા હોસ્પિટલ તંત્ર હવે પોતાની છાપ સુધારવાના હવાતિયા મારવાના શરુ કર્યા છે સંચાલકો એક પછી એક પીડિત દર્દીઓને હોસ્પિટલ બોલાવી તેમની સમજાવટ કરવાનું શરુ કર્યું છે ભૂતકાળમાં જે પણ થયું તેની ભૂલ સ્વીકારી તેમની સારવાર કરી આપવાની ખાતરી આપી રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મીડિયા સમક્ષ ન જવા કે અન્ય કોઈ જગાએ ફરિયાદ ન કરવા તેમને આર્થીક લાલ ચ આપી સમાધાન કરવાના પણ લુલા પ્રયાસ થઇ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે આમ હોસ્પિટલ દ્વારા સમગ્ર કૌભાંડમાં ફરિયાદી જ ન રહે અને કૌભાંડમાં ભીનું સંકેલાય જાય એવા હવાતિયાં મારવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર થી ટૂંક સમયમાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થાય એવી સ્થિતિ વચ્ચે ઘી ના ઠામ માં ઘી પડી જાય એવા હોસ્પિટલના પ્રયાસો સફળ થશે કે કરોડોનું કૌભાંડ બહાર આવશે એ જોવું રહ્યું.