ગુજરાત પ્રદેશના જુદા-જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મીટીંગ માં થયેલ ચર્ચા વિચારણા બાદ લેવાયેલ નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતો ના દેવા માફ કરવામાં આવી રહ્યા છે, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફી કેમ નહીં? એક તો ગુજરાતના ખેડૂતોને પાક વીમાના લાભો પણ નથી મળી રહ્યા અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ માં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી, તેમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પોતના વાવેલા પાક્કો નિષ્ફળ ગયેલ હોવાથી અને ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલ હોવાથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયેલા છે. ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો પાક વિણ ને દેવા માફી માં ગણી ધિરાણ માફ કરવા માટે અરજી કરવાનું નક્કી કરેલ તેના અનુસંધાને તા. 09/12/2024ના રોજ મોટા બેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરત કરવામાં આવી હતી.
આ કાર્યમાં કાન્તિલાલ ડી. બાવરવા પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ, ગુજરાત પ્રદેશ, ડી. લખમણભાઈ કણઝારીયા મહામંત્રી RGPRS, મુળભાઈ ગોંડલ સરપંચ, પ્રતિનિધિ મોટા ભેલા તેમજ મોટી સંખ્યામાં ગામના ખેડૂતો હાજર રહીને અરજીઓ કરવામાં આવી હતી. હવે પછી દરરોજ કોઈ ને કોઈ ગામનો પ્રવાસ કરીને આવી અરજીઓ કરવાનું કામ ચાલુ રહેશે તેવું કેડી. બાવરવા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું હતું.