ખેડૂતોના હકનું સબસીડી વાળું યુરીયા ખાતરનો જથ્થો બારોબાર બેગ બદલાવી વેચાણ કરવાનું કૌભાંડ હળવદ પોલીસે ઝડપી પાડયું છે અને વધુ કાર્યવાહી માટે ખેતીવાડી વિભાગ અધિકારીઓને જાણ કરવામાં આવતા યુરીયા ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા છે
અને વધુ તપાસ હાથ ધરી છે જેમાં પોલીસે ગોડાઉન સંચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બનાવની મળતી માહિતી મુજબ હળવદ પોલીસએ મોરબી ચોકડી પાસે આવેલા અક્ષર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ વર્કસ નામના ગોડાઉનમાં ખેડૂતોને આપવાનો ગેરકાયદેસર યુરિયા ખાતરનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો અને આ ખાતર મૂળ બેગમાંથી ખાલી કરી સફેદ કલરની અન્ય બેગમાં ભરી તેને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું વધુમાં હળવદ પોલીસની ટીમે વહેલી સવારે દરોડો પાડયો હતો અને અક્ષર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ લખેલા ગોડાઉનમાંથી રૂપિયા 98,39 કિંમતની 379 થેલી યુરિયા ખાતર, ટ્રકમાં રહેલી 180550 કિંમતની 700 થેલી , ન્યુરો પાર્ટ્સ ખાતરની થેલીમાં 2 06 000 કિંમતની 118 થેલી 66,625 કિંમતની 250 થેલી તેમજ જી જે 39 ટી 71 04 નંબરના ટ્રક સહિત કુલ રૂપિયા 25 52 114 લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો મોરબી ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવતા આ જથ્થો ખેડૂતોના હકનો હોવાનું સામે આવતા પોલીસે ગોડાઉનના સંચાલક અજય રાવલની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અજય રાવલના ભાઈ હેમાંગ રાવલ અગાઉ કોંગ્રેસ શાસીત જિલ્લા પંચાયતમાં ચેરમેન રહ્યા હતા જ્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં મળી ગયા હોવાનું પણ સામે આવ્યું છે તો સાથે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ યુરીયા ખાતરનો સેમ્પલો લઈ રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આ ખાતરનો જથ્થો મંડળીનો કે યાર્ડનો અને કેટલા સમયથી આ ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવતો હતો તે તપાસનો વિષય છે અને ખરેંખર તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું?