મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન ચોરી ધાડની ઘટના સતત વધી રહી છે તેમાં પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જેમાં જેતપર પીપળી રોડ ઘૂટું રોડ લખધીરપુર રોડ લાલપર વિસ્તાર સહિતના અલગ અલગ જગ્યાએ માર મારી મોબાઈલ રોકડ પડાવી લેવાની ઘટના સતત વધી રહી છે પોલીસ દ્વારા ભલે સબ સલામતના બણગાં ફુકવામાં આવતા હોય પણ જમીની હકીકત અલગ છે હજુ એક સપ્તાહ પહેલા જ પીપળી રોડ પર એક યુવકને લૂંટવાના ઈરાદે છરી મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાને હજુ વધુ સમય થાય તે પહેલા ફરી એકવારયુવકને લૂટી લેવાની ઘટના બની છે મળતી માહિતી મુજબ વાંકાનેર ના ઢુવા ગામ નજીક ઇનવોલ સિરામિક નામની ફેકટરીમાં રહેતા અને મજુરી કરતો અમન અંબારામભાઈ કુશવાહ નામનો યુવક એક મહિના પહેલા ખોખરા બેલા રોડ પર આવેલા મોના લેથ નામની ફેકટરીમાં કામ કરતો હતો ગત તા 17 ના રોજ અમન ખરીદી માટે ખોખરા ધામ તરફ જવા નીકળ્યો હતો ત્યારે બે બાઈકમાં આવેલા ચાર શખ્સે તેને ઘેરી લીધો હતો અને છરી બતાવી તેની પાસેથી એક મોબાઈલ અને રોકડની મળી કુલ 12 500ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા જે બાદ તે ઘરે પરત ફરી તેના ભાઈને વાત કરતા તેઓએ પણ આરોપીઓની શોધખોળ કરી હતી તેઓ મળ્યા ન હતા આ દરમિયાન તેને જાણવા મળ્યું હતું કે પાવડીયારી નજીક કામ કરતા જોરોંગ ઉદીતભાઈ બોદરા ક્રીપ્ટ સિરામિકમાં કામ કરતા કિશન ગજરાજ ડાવર અને રાજુ દામોદર ગોપ સાથે પણ થોડા દિવસ પહેલા આ રીતે લૂટી લીધા હતા જોકે તેઓએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી