ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતના અલથાણામાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી.
જોકે, ઘટનાની જાણ થતાં સુરત અલથાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચતા જ મહિલાનો પતિ ભાંગી પડ્યો હતો. જોકે, મૃતકના પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી રહી છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

