મોરબી સીટી માંમલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી કમ મંત્રી જયદીપસિહ કિશોરસિંહ જાડેજા પાસે એક ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવવવા ગયા હતા જોકે તલાટી મંત્રીએ પ્રમાણપત્ર માટે રૂ ૪૦૦૦ની માગણી કરી હતી જોકે અરજદાર ખેડૂત રૂપિયા ન આપવા માંગતો હોવાથી એસીબીને જાણ કરી હતી જે બાદ મોરબી એસીબી પોલીસ મથકના પી આઈ એમ.એમ.લાલી વાળા એ સુપરવિઝન અધિકારી કે એચ ગોહિલના માર્ગ દર્શનમાં સીટી મામલતદાર કચેરી ખાતે વોચ ગોઠવી હતી અને તલાટી મંત્રી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાને રૂ 4000 ની લાંચ લેતા ઝડપી લીધા હતા જે બાદ પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
એસીબીએ મોરબીમાં માત્ર એક મહિનામાં આ બીજી રેડ પાડી ફરી એકવાર તલાટી મંત્રીને દબોચી લીધો હતો અગાઉ મોરબીના ઘૂટું ગામના તલાટી મંત્રી અને સરપંચના પતિને રૂ 50000ની લાંચ લેતા ઝડપી લીધા હતા

