મોરબીના નામચીન શખ્સ મમુદાઢી હત્યા કેસમાં તેમજ ગુજસીટોક સહિતના અલગ અલગ ગંભીર ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર એવા આરીફ મીર તેમજ તેના બે સાગરીત મકસુદ ગફૂર સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગની મતવાએ સોમવારે રાજકોટ ખાતેની ગુજસીટોક ની સ્પેશ્યલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું ત્રણેય આરોપી સામે પોલીસ તપાસ પણ બાકી હોવાથી તપાસ અધિકારી ડીવાય એસપી પી એ ઝાલા દ્વારા કોર્ટમાં આરોપીઓની કસ્ટડી મેળવવા અરજી કરી હતી પોલીસ દ્વારા કરાયેલ માંગણી આધારે કોર્ટે ત્રણેય આરોપીના 15દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આગામી દિવસોમાં પોલીસ હત્યા તેમજ આરીફ મીર અને તેના સાગરીતો સામે લાગેલા અલગ અલગ કેસની તેમજ છેલ્લા ત્રણ વર્ષથી ક્યા રહેતા હતા કોણે ભગાડવા અને આજ સુધી આશરો આપ્યો હતો ગુજરાતમાં હતા કે અન્ય કોઈ રાજ્યમાં આશરો લીધો હતો તે બાબતની પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરશે ઉલ્લેખનિય છે કે મોરબી પોલીસે અગાઉ આરીફ મીર અને તેના સગીરતોને ગુજસીટોક કેસમાં ભાગેડુ જાહેર કર્યા હતા અને તેની અલગ અલગ મિલકતો સિલ કરી હતી જ્યારે બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા હતાં તો ત્રણેય આરોપી પૈકી આરીફ સામે એક લાખ ,જ્યારે બીજા બે આરોપી સામે 30અને 40 હજારનું ઇનામ જાહેર કરાયું હતું.

