પ્રથમ બનાવમાં મોરબી એસઓજી ટીમે બાતમીના આધારે માણેકવાડા ગામે રેડ મારતા ત્યાંથી ગેરકાયદેસર જામનગરી બંદૂક સાથે સોહીલ ઉર્ફે બાડો સુલતાનભાઈ સુમરા નામના યુવાને રહે. સુમરા સોસાયટી, વિજયનગર, મોરબીવાળાને પકડી પાડ્યો હતો.
જયારે બીજા બનાવમાં માળીયાના વાગડિયા ઝાંપા પાસેથી એલસીબી ટીમે જાકીર હુસેન ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણી રહે. માલાણી શેરી, માળીયા વાળાને તમચા સાથે ઝડપી લઈ તે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

