HomeGujaratકિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે 26 નવેમ્બરથી 2...

કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

મોરબી: આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ:- 26/11/2024 થી 02/12/2024 સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા  www. ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ 2024-25 માટે કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર ઘટકો માટે અરજીઓ મેળવવાની થાય છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ 26/11/2024 થી 02/12/2024 માટે ખેડૂતોને ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW