HomeGujaratમોરબીમાં પાટીદાર સમાજના યુવાનો સાથે લુખ્ખાગીરી કે અત્યાચારમાં લડત આપવા યુવા...

મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો સાથે લુખ્ખાગીરી કે અત્યાચારમાં લડત આપવા યુવા સેવા સંઘની રચના

મોરબી શહેર અને જિલ્લામાં વસતા પાટીદાર યુવાનો અલગ અલગ ધંધા વ્યવસાય સાથે જોડાયેલ હોય છે અને આર્થીક રીતે પણ સમૃદ્ધ હોવાથી કેટલાય લુખ્ખા તત્વો તેને એન કેન રીતે નિશાન બનાવતા હોય છે તો કેટલાક તત્વો યુવાનોને નશા અને ઓનલાઈન ગેમિંગ કે અન્ય ખોટા જુગાર ના રવાડે ચઢાવી દે છે અને તેને મદદના નામે રૂપિયા આપી વ્યાજના વિષ ચક્રમાં ફસાવી દે છે અને ધાક ધમકીઓ આપી તેની પાસેથી આ રૂપિયા પડાવી વ્યાજવિષચક્ર માં ફસાવી બાદમાં ધાક ધમકી અને ગુંડાગીરી કરવામાં આવતી હોય છે પાટીદાર સમાજના યુવાનો સાથે વધી રહેલી આવી ઘટના અટકાવવા તેમજ યુવાનોને વ્યસનના રવાડે બહાર લાવવા જાગૃત યુવાનો આગળ આવ્યા હતા અને ગત લાભ પાંચમથી પાટીદાર યુવા સેવા સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં સભ્યોની નોધણી કરવામાં આવી હતી સંગઠનમાં 8000 જેટલા સભ્યો નોધણી થતા સંગઠનની પ્રથમ બેઠક ગત તા 24 ના રાત્રે બગથળા ગામની પટેલ સમાજ વાડી ખાતે યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહી સંગઠનની કામગીરી અને ભવિષ્યના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી

આ અંગે પાટીદાર સેવા સંઘના અધ્યક્ષ મનોજ પનારાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના યુવાનો સાથે થતી લુખ્ખાગીરી અને દાદાગીરી અટકાવવા તેમજ જે યુવાનો વ્યસન અને ગેમના રવાડે ચઢ્યા છે તેને પરત લાવવા આ સંગઠનની સ્થાપના કરી છે આગામી દિવસમાં આ સંગઠનમાં અલગ અલગ ક્ષેત્રના નિવૃત અધિકારીઓ પોલીસ અધિકારી વકીલ ડોક્ટર સહિતના તમામ નિષ્ણાંત લોકો સહીત 25000થી વધુ લોકોનું સંગઠન તૈયાર કરવામાં આવશે અને અલગ અલગ ઘટનામાં જરૂર પડ્યે આ નિષ્ણાત લોકોની સલાહ મુજબ સંગઠન કામગીરી કરશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW