HomeGujaratગુજસીટોક અને મમુ દાઢી હત્યા કેસમાં ફરાર આરીફ મીર અને તેના બે...

ગુજસીટોક અને મમુ દાઢી હત્યા કેસમાં ફરાર આરીફ મીર અને તેના બે સાગરીતોએ કર્યું કોર્ટમાં સરેન્ડર

મોરબી જિલ્લા પોલીસના ચોપડે ગુજસી ટોક તેમજ મમુ દાઢી હત્યા કેસમાં મોરબીનો કુખ્યાત શખ્સ આરીફ ગુલ મહંમદ મીર તેમજ મકસુદ ગફુર સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગની ભાઈ મતવા નામના ત્રણ શખ્સો લાંબા સમયથી નાસતા ફરતા હોય મોરબી પોલીસ દ્વારા બટ તેઓને ઝડપી લેવા અલગ અલગ જગ્યાએ તપાસો કરવામાં આવી હતી પરંતુ તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી તેઓને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યા હતા અને હરીફ ગુલ મહંમદ મીર પર એક લાખ મકસુદ ગફુર સમા પર ચાલીસ હજાર અને કાદર ઉર્ફે બચ્ચન ગની મતવા પર 30,000 નું ઇનામ જાહેર કર્યું હતું. તેમ છતાં આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો દરમિયાન આજે આ ત્રણેય આરોપીઓ અચાનક રાજકોટ ખાતે આવેલ ગુજસીટોક કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કરાયો હતો

ઉલ્લેખનીય છે મોરબીના નામચીન મમુ દાઢીની હત્યામાં આરોપી ઓના નામ ખુલ્યા બાદથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમાંથી કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પરંતુ કુખ્યાત આરીફ મીર અને તેના બે સાગરીતો ફરાર હોય જેથી આં આરોપીઓ પર 2021માં રાજ્ય સરકાર દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ રોકવા માટે અમલમાં મુકવામાં આવેલા ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. લાંબા સમયથી આરોપીઓ ફરાર હોવાથી તપાસ અધિકારી દ્વારા ત્રણેય આરોપીની મિલકત પણ જપ્ત કરવા સરકારમાં દરખાસ્ત મોકલી હતી જે દરખાસ્ત મંજૂર થયા બાદ મોરબી પોલીસે ગયા એપ્રિલ મહિનામાં પોલીસે વાહન, ડેલો અને અન્ય16 જેટલી અંદાજીત 1.80કરોડ રોકડા મિલકત સિલ કરી દીધી હતી જ્યારે7મિલકત ભાડા પર હતી તેને ઓન નોટિસ ફટકારી હતી.જ્યારે બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરાવી દેવાયા હતા. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આટલા કડક એક્શન લેવાયા છતાં તેઓ હાજર થયા ન હતા જોકે આજે અચાનક કોર્ટમાં સામેથી હાજર થઈ ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW