મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે તારીખ: 02/09/2024ના રોજ મચ્છુ નદીનાં વહેણમાં તણાઈ જવાથી ભાવેશભાઈ રાવતભાઈ ડાંગર નામના વ્યક્તિનું અવસાન થયું હતું. જેમના પરિવારને આજ રોજ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ભલામણ થી માનનીય મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી રૂપિયા 400000/-(ચાર) લાખની સહાય ચૂકવામાં આવી હતી.
આ તકે વાંકાનેર મામલતદાર સાનિયા, વાંકાનેર ટી. ડી. ઓ. કોઢીયા, જીલ્લા પંચાયત સદસ્ય જાહીરઅંબાસ શેરસીયા, નવઘણભાઈ મેઘાણી, હરૂભા ઝાલા, જાલસીકા ગામનાં સરપંચ ધીરૂભાઈ ડાંગર, પરબતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.

