મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AH, GJ36AM, GJ36AK, GJ36AN તથા ફોર વ્હીલર માટે GJ36AL, GJ36AP, GJ36AJ, GJ36AF તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36V.GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:- 26/11/2024થી શરૂ થનાર છે. તા. 26/11/2024 થી તા. 28/11/2024 સુધી અરજદાર www. parivahan. gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.28/11/2024 થી તા. 30/11/2024 સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. 30/11/2024ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancyપર જાહેર કરવામાં આવશે.
બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં www.parivahan.gov.in/fancyવેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

