HomeGujaratવાંકાનેર નજીક અલગ બે સ્થળે ટ્રેન હડફેટે ચઢી જતા બે લોકોના મોત

વાંકાનેર નજીક અલગ બે સ્થળે ટ્રેન હડફેટે ચઢી જતા બે લોકોના મોત

વાંકાનેર રેલ્વે સ્ટેશન ની આસપાસ દલડી તથા લુણસરિયા તરફ રેલવે સ્ટેશન વચ્ચે જામનગર – વડોદરા ઇન્ટરસિટી ટ્રેન 22960 નીચે પડી જતા અંદાજે 55 વર્ષના અજાણ્યાં ને પ્રૌઢના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. આ વ્યક્તિના સફેદ ઝભ્ભો તથા સફેદ ધોતી પહેરેલ છે. નાકની ડાબી બાજુ મસાનું નિશાન છે. જે કોઈ તેને ઓળખતા હોય તેઓને મો.નં. 9033776511 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

બીજા એક બનાવમાં વાંકાનેર તથા લુણસરિયા વચ્ચે ભાવનગર ઓખા લોકલ ટ્રેન 19209 નીચે એક અજાણ્યા 35 વર્ષના યુવકે પડતું મૂકી આપઘાત કરેલ છે. તેને સફેદ શર્ટ તથા બ્લુ પેન્ટ પહેર્યું હતજ જમણા હાથ ઉપર વીંછી દોરાવેલું છે. જે કોઈ તેને ઓળખતા હોય તેઓને મો.નં.6352635525 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW