પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવાનો મામલો સામે આવ્યો છે. જેમાં 3132 કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. NCB, ગુજરાત ATS તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કુલ અલગ અલગ ત્રણ પ્રકારનાં ડ્રગ્સ મળી આવ્યાં છે. ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી છે. બોટ સાથે ઝડપાયેલા તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ બાદ પોરબંદર જ્યૂડિયશલ ફર્સ્ટ કોર્ટમાં 15 દિવસના રિમાન્ડ માટે રજૂ કરાયા છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાની છે. જેઓ ઇરાની બોટમાં સવાર હતા. જેમના વિરૂદ્ધ પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
ગતરાત્રિથી પોરબંદર SOG ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રૂ.2000 કરોડથી વધુનું 3132 કિલો ડ્રગ્સ ઝડપાયું.
ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઊતરેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હોવાની ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો થયા છે. ત્યાં મંગળવારે ચોક્કસ ટિપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. તેમને પોરબંદર લાવીને મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સીમા પરથી 3132 કિલો ડ્રગ્સ જપ્ત કરાવામાં આવ્યું છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.
ગુજરાત એટીએસ તથા એનસીબીએ નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાવતી ઈરાની બોટની તલાશી લેવામાં આવતા તેમાંથી 3000 કિલો કરતાં વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા. બોટ સાથે ઝડપાયેલા તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ બાદ પોરબંદર જ્યૂડિયશલ ફર્સ્ટ કોર્ટમાં 15 દિવસના રિમાન્ડ માટે રજૂ કરાયા છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાનની નાગરિકતા ધરાવે છે. આ તમામ આરોપીઓના વિરૂધ્ધ પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.ભારતીય દરિયાઈ સીમામાં ગત મોડી સાંજે દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB), ગુજરાત ATS અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને 3132 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોટમાં ત્રણ શકમંદો ચરસ અને અન્ય ડ્રગ લઈને આવતા હતા. જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાતી ATSના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું.

