મોરબીના ઉમા ટાઉનશીપમાં આવેલ પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેસભાઇ નારણભાઇ ઓધવીયાએ વોટસએપનંબર 87553 38397, 9752049544, 9630105994, 8791103586 અને બેંક એકાઉન્ટ નંબર 8791103586, 258696561890, 258734967984, 201029655273, 6826002100000704 અને 1016202100000528ના ધારકો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધવતા શૈલેસભાઇએ જણાવ્યું હતું કે, મોરબી સાવસર પ્લોટ ડોક્ટર મારવાણીયા સાહેબની હોસ્પિટલની પાસે હોય તે દરમિયાન આરોપીઓએ ફરી.ને શેર બજારમાં ઓન લાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી હતી, જે બાદ રોકાણ કરવાનું કહ્યું હતું. તા.20/02/2024 થી 06/05/2024 ના સમયગાળા દરમિયાન ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરી.ના કુલ રૂ 13,75,000 જુદા જુદા બેંક એકાઉન્ટમાં આ કામના આરોપીઓએ મેળવી લઇ ફરિયાદીના ભરેલ નાણા આજદીન સુધી પરત નહી આપી છેતરપીંડી કરી હતી. આ બનાવ મામલે શૈલેસભાઇ નારણભાઇ ઓધવીયાની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ 406,420 તથા આઇ.ટીએકટ કલમ 66(ડી) એક્ટ મુજબ ગુનો નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

