HomeGujaratવાંકાનેરના અરણીટિંબામાં પત્ની પાસે બીભત્સ માગણી કરનાર યુવકની હત્યા કરી લાશ ધોળકા...

વાંકાનેરના અરણીટિંબામાં પત્ની પાસે બીભત્સ માગણી કરનાર યુવકની હત્યા કરી લાશ ધોળકા નજીક નદીમાં ફેંકી દેવાઈ

મોરબીના તીર્થક પેપર મિલ માં રહી મજૂરી કામ કરતા ન કેકડિયાભાઈ માવી નામના મજુર દ્વારા સુરેશભાઈ વેસ્તા ભાઈ બારીયાની પત્ની મેરિબાઈ પાસે અભદ્ર માગણી કરી હતી જે બાબતે લાગી આવતા આરોપી સુરેશભાઈ વેસ્તા ભાઈ બારીયા કેકડિયા ભાઈને વાંકાનેરના  અરણીટિંબામાં બોલાવ્યો હતો ત્યાં સુરેશભાઈ તેમજ પત્ની મેરિબાઈ સુરેશભાઈ અને મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા સહિતના એક થઈ કેકડીયા ભાઈને પકડી રાખી ગળુ દબાવી પતાવી દીધો હતો અને લાશ કૂવામાં ફેંકી દીધો હતો જોકે પકડાઈ જવાની બીકે આરોપીઓ એ મૃતકની લાશ અને તેનો મોબાઈલ ધોળકા લઈ ગયા હતા અને લાશ નદીમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા.મૃતક કેકડીયા ભાઈ ઘરે પરત ન ફરતાં પુત્ર નાનકાભાઈ કેકડીયા મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી જેના અનુસંધાને મોરબી તાલુકા પોલીસે તેની શોધખોળ કરાવી હતી.દરમિયાન મૃતકની લાશ ધોળકા ખાતેથી મળી હોવાની જાણ થતાં તપાસ કરી હતી અને તેની હત્યા વાંકાનેરના અરણીટિંબા ખાતે થઈ હોવાનું સામે આવતા મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW