HomeGujaratમોરબીના ફડસર ગામે વૃધ્ધાએ એસિડ પીન જીવન ટુકાવ્યું

મોરબીના ફડસર ગામે વૃધ્ધાએ એસિડ પીન જીવન ટુકાવ્યું

મોરબીના ફડસર ગામે રહેતા જયાબેન નાનજીભાઈ ચાવડા ઉ.70 નામના વૃધ્ધાએ ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના રંગપર ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત

આ ઉપરાંત મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સેરવીલ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીમાં રહેતા મંગલ ખડીત નામના યુવાનને ફેકટરીમાં કામ કરતી વેળાએ વીજ શોક લાગતા તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW