HomeGujaratCentral Gujaratઅમદાવાદમાં એક દિવસમાં બે હત્યા, પાડોશી વચ્ચે થયેલ ઝઘડો જીવલેણ બન્યો,બીજી ઘટના...

અમદાવાદમાં એક દિવસમાં બે હત્યા, પાડોશી વચ્ચે થયેલ ઝઘડો જીવલેણ બન્યો,બીજી ઘટના જૂના મન દુઃખમાં રીક્ષા ચાલકને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદમાં તહેવાર ટાળે જ એક દિવસમાં હત્યાની બે બે ઘટના સામે આવી છે . હત્યાની પ્રથમ ઘટના ના શાહિબાગ વિસ્તારમાં જ્યારે બીજી ખોખરા વિસ્તારમાં બે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે .આરોપીઓ આટલેથી ન અટકતા ઈજાગ્રસ્ત યુવક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો ત્યાં ફરીથી આરોપીએ પહોંચી યુવક પર ફરી વખત હોસ્પિટલમાં જ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ આ મામલે ગુનો નોંધી પોલીસે ફરાર આરોપીની શોધખોણ હાથ ધરી છે.એક જ દિવસમાં બે હત્યાના બનાવ પાડોશીએ મારામારી કરી યુવકને ઈજાગ્રસ્ત કર્યો, સિવિલ હોસ્પિટલ પહોંચેલી એમ્બ્યુલન્સમાંથી ફરી બહાર કાઢી છરીથી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. હાલ આ મામલે ગુનો નોંધી પોલીસે ફરાર આરોપીની શોધખોણ હાથ ધરી છે.હત્યાના કુખ્યાત આરોપીએ વધુ એક હત્યા કરયા પોલીસે આરોપી વિરુદ્ધ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યાની પ્રથમ ઘટના શહેર કોટડામાં મેમકોના પ્રેમનગરમાં રહેતા આલોક કુસવાહનું તેમના પડોશમાં રહેતા ગોલુ તોમર સાથે ઝઘડો થયો હતો. અને તેઓ વચ્ચે મારામારી થઈ હતી. જેથી ઇજાગ્રસ્ત આલોકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે છોટુ તોમર, દિપુ તોમર, બબલુ ઉર્ફે બચુ તોમર અને અજાણ્યા શખ્સો છરી લઈને સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા. જ્યાં એમ્બ્યુલન્સમાંથી આલોકને બહાર કાઢીને છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દીધી હતી. આરોપી હત્યા કરીને ફરાર થઇ જતા શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સાહિબાગમાં પોલીસ હત્યાની તપાસ કરતી હતી, ત્યાં જ શહેરના ખોખરા વિસ્તારમાં પુજાલાલની ચાલી તથા જંયતી વકિલની ચાલીમાં બે મહિના પહેલા થયેલા મનદુખમાં અજય મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. બે મહિના પહેલા રિક્ષાચાલકને આરોપી સાથે તકરાર થતા મૃતક અને તેના ભાઈએ બચાવ્યો હતો. જેનું મનદુખ રાખી સુચીત મરાઠી, પપ્પુ મરાઠી, સીંધુ મારાઠી અને પિયુષ મરાઠીએ ગઈકાલે રાતે હુમલો કરતા અજય મકવાણાનું મોત થયુ છે. જોકે, હુમલામાં સુચિતને પણ ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે હત્યાના પ્રયાસમાં મૃતક અજય, તેનો ભાઈ મેહુલ અને અન્ય એક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW