હળવદ શહેરમાં રહેતા બુટલેગરે બંધ મકાનમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લઈને પોલીસે 1.32 લાખનો દારૂનો જથ્થો તેમજ 15.50 લાખની રોકડ રકમ જપ્ત કરી છે, આરોપી ફરાર હોય જેને જડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લક્ષ્મીનારાયણ ચોક પાસે જોષી ફળીમાં રહેતા બુટલેગર ધવલ નરેન્દ્રભાઈ શુક્લએ પોતાના ઘરની બાજુમાં આવેલ જર્જરિત ખંડેર અલગ અલગ મકાનમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ખંડેર મકાનમાંથી પોલીસે દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ 138 કીમત રૂ 1,21,019 અને બીયર નંગ 116 કીમત રૂ 11,600 અને શકપડતી મિલકત રૂપિયા 15.50 લાખ સહીત કુલ રૂ 16,82,679 નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

