મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોમાસા બાદથી ભૂગર્ભ ગટર અને રસ્તાની સમસ્યાએ માથું ઉચક્યું છે જે બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા હોવાની ફરિયાદ વચ્ચે મોરબી શહેરના વોર્ડ નંબર-9 શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડમાં કન્યા છાત્રાલય રોડ તથા ચિત્રકુટથી સરદાર રોડ સુધીના રોડ-રસ્તા ખૂબ જ બિસમાર હાલતમાં છે. આ રસ્તાઓ વરસાદી અને ગટરના પાણી ભરાવાના કારણે અકસ્માત થવાની દહેશત છે. તેમજ ગટરના ઢાંકણી તૂટી જવાના કારણે ખુલ્લી ગટરમાં લોકો તેમના વાહનો સાથે પડે તો ગંભીર અકસ્માતની સંભાવના છે. જેથી આ બાબતે તાત્કાલિક ધોરણ રોડ રસ્તાઓ રિપેર કરી ગટરના ઢાંકણા નાખી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.તેવી રજૂઆત મોરબી કોંગ્રેસના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું

