HomeGujaratમોરબી સ્થિતિ ચાઇનીઝ કંપની કેડા ગ્રુપમાં DGGI અને IT ની ટીમના દરોડા,

મોરબી સ્થિતિ ચાઇનીઝ કંપની કેડા ગ્રુપમાં DGGI અને IT ની ટીમના દરોડા,

મોરબીમાં સિરામિક ફેકટરીમાં મશીનરીને લગતા સ્પેર પાર્ટ્સ અન્ય પ્રોદ્કટ નું વેચાણ કરતી મૂળ ચાઈનાની કંપની કેડા ગ્રુપની અલગ અલગ ઓફિસમાં ડાયરેક્ટ જનરલ ઓફ ઇન્સ્પેકટર ગુડ્સ એન્ડ સર્વિસ વિભાગની ટીમ ત્રાટકી હતી અને કંપનીના ખરીદ વેચાણ અને સ્ટોક લગતા જરૂરી દસ્તાવેજ સહિતની તપાસ હાથ ધરી હતી બે દિવસથી ચાલતી આ તપાસ દરમિયાન મોટા પાયે બેનામી વ્યવહારો ખુલતા ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી તપાસ પૂર્ણ થયા બાદ મોટા પાયે જીએસટી ચોરી તેમજ ઇન્કમ ટેક્સ ચોરી ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે

મોરબીના સિરામિક ફેકટરીઓમાં સિરામિક મશીનરી લગતા સ્પેર પાર્ટ્સ, ઇન્ક,એબ્રેસીવ પાર્ટ સહિતની અલગ અલગ વસ્તુઓ પુરા પાડતી ચાઈનાની કંપની કેડા ગ્રુપ માં ડાયરેક્ટ જનરલ ઓફ ઇન્સ્પેકટર ગુડ્સ એન્ડ સર્વિસ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ચાઇનીઝ કંપની દ્વારા મોટા પાયે ગેરકાયદે વહીવટ કરી કરોડો ની ટેક્સ ચોરી કરી હોવાના DGGIની ટીમને ઈનપુટ મળ્યા હતા અને તેના આધારે આ ટીમ ત્રાટકી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કંપનીનું મુખ્ય વેર હાઉસ મોરબી માળિયા નેશનલ હાઇવે પર આવેલા ભરતનગર ગામ પાસે ગઈકાલથી DGGI દ્વારા ચેકિંગ શરુ કર્યું આ  ઉપરાંત કેડા ગ્રુપ સાથે સંકળાયેલ વેપારીઓના મળી કુલ 4 સ્થળે ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું સેન્ટ્રલ એજન્સીના તપાસમાં ખુબ મોટા પાયે બેનામી આર્થીક વ્યવહાર થયા હોવાનું સામે આવતા ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તેઓ દ્વારા પણ બેનામી વ્યવહારો મુદે તપાસ હાથ ધરી છે બે દિવસથી ચાલી રહેલી તપાસમાં હજુ કેટલો બેનામી વ્યવહાર થયો છે તેમજ કેડા ના તાર અન્ય કોઈ  ગ્રુપ સાથે ખુલ્યા છે કે નહી  તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી જોકે સેન્ટ્રલ એજન્સી દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ સત્તાવાર કોઈ માહિતી જાહેર કરે તો સંપૂર્ણ વિગત સામે આવે તેવી શક્યતા છે હાલ આ કંપનીમાં બહારથી આવતા જતા લોકોની અવર જવર બંધ કરી દેવાઈ છે તેમજ ખરીદ વેચાણ તેમજ સ્ટોક સહિતા દસ્તાવેજી પુરાવા તેમજ ડીઝીટલ પુરાવાઓની પણ તપાસ કરી રહ્યું છે અને તપાસ બાદ સાચી માહિતી સામે આવી શકે તેવી શક્યતા છે 



RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW