HomeGujaratટંકારાના હરીપરમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં નિવેદન લખાવવા મુદ્દે આધેડ પર દાતરડાથી હુમલો 

ટંકારાના હરીપરમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં નિવેદન લખાવવા મુદ્દે આધેડ પર દાતરડાથી હુમલો 

ટંકારા તાલુકાના હરીપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જસમતભાઈ મકનભાઈ ભાગિયા નામના આધેડ ખેતર જતાં હતાં તે દરમિયાન રસિકભાઈ વેલજીભાઈ ઢેઢી નામના શખ્સે તેઓને રસ્તામાં અટકાવી ગાળો ભાંડી હતી અને જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા તેના ગામના મહાદેવભાઈએ કરેલી લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદમાં મામલતદાર સામે અમારા વિરુદ્ધ નિવેદન કેમ આપ્યું હતું તેમ કહી દાતરડા વડે જસમત ભાઈ પર હુમલો કરી દિધો હતો અને છાતીના ભાગમાં ઈજા પહોંચી હતી ઈજા ગ્રસ્ત  હાલતમાં ટંકારા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે જસમતભાઈની ફરિયાદ આધારે પોલીસે રસિક વેલજીભાઈ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.



RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW