ત્રણ મહિના બાદ ફરી એકવાર આજે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી. ભાજપ કોંગ્રેસના અનેક સભ્યોની ગેર હાજરી વચ્ચે મળેલી આ સભા ચાલુ વર્ષે દિવાળી સુધી પડેલા વરસાદને કારણે ચોમાસું પાકને થયેલા નુકશાન માટે સરકાર દ્વારા વહેલી તકે વળતર ચૂકવવામાં આવે અને તેના માટે જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ કરી રાજ્ય સરકારને ઠરાવ કરે તેમજ મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે ખેડૂતોના દેવા માફી કરવામાં આવે તેવી માગણી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સદસ્ય ભૂપતભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવી હતી જોકે સત્તા પક્ષ દ્વારા ધારાસભ્ય અને સાંસદ સભ્યો દ્વારા આં બાબતે સરકારમાં રજુઆત કરી ચૂક્યા છે અને વળતર સરકારે ચૂકવવાનું હોવાનું કારણ આપી ઠરાવ મુકવા દેવાયો ન હતો આં ઉપરાંત મોરબી જિલ્લામાં આવેલી આંગણવાડી મુદ્દે પણ પ્રશ્ન ઉઠ્યા હતા અને જેમાં કેટલીક આંગણવાડી ભાડાના મકાનમાં બેસે છે કેટલી આંગનવડી ઓરડા જર્જરીત છે તે બાબતે ભૂપત ગોધાણી ના પ્રશ્ને શાખા અધિકારીએ રજૂ કરેલા જવાબ દરમિયાન નેકનામ ગામમાં આંગણવાડી મંજૂર થઈ ગઈ હોય પણ મનરેગા ના મજુર ન મળતા છેલ્લા કેટલાય સમયથી કામગીરી ન થતાં બાળકો અન્ય સ્થળે બેસવા મજબૂર બને છે આં ઉપરાંત પવન ચક્કી એજન્સી ની દ્વારા આડેધડ સરકારી મિલકત માં વીજ પોલ ખડકી દેવાયા હોય અને આ બાબતે રજૂઆતો કરવા છતાં દર વખતે તંત્ર સર્વેનું બહાનું કરી દેતું હોય તેમજ એજન્સી સામે એક્શન કેમ લેવાતા નથી જો એજન્સી અધિકારીઓના આદેશ ને ગાંઠતી ન હોય તો તેની સામે કડક એક્શન લેવા જરૂર પડે ફોજદારી કેસ કરવા પણ માગણી કરવામાં આવી હતી.
દિવાળી પર્વ નજીક હોય તેમ છતાં મોરબી જિલ્લામાં મોટા ભાગના રોડ રસ્તા ઉબડ ખાબડ હોય જેના કારણે લોકોને ખખડધજ રોડ માં ફરવું પડે તેવી માર્ગ મકાન વિભાગ દ્વારા વ્હેલી તકે પેચ વર્ક કામગીરી કરે તેવી રજૂઆતો કરી હતી.
અલગ અલગ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપને ભીંસમાં લેવા પ્રયાસ કર્યો હતો જોકે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા તેમજ ભાજપ સદસ્ય જયંતિભાઈ પડસુંબિયાએ કોંગ્રેસને હાવી થવા દીધી ન હતી ખુદ સદસ્ય ને સામાન્ય સભા રાજકીય રીતે પ્રશ્નોત્તરી કરી સમય બગાડવામાં આવતો હોય તેમના મત વિસ્તારમાં જઈ મુલાકાત લેવામાં આવે અને પ્રશ્નોના ઉકેલ લાવે તેવી ટકોર કરી હતી.

