HomeGujaratમહેન્દ્રનગર માં એક વર્ષમાં ત્રણ માળથી વધુની કેટલી ઈમારતને મંજુરી આપી પંચાયત...

મહેન્દ્રનગર માં એક વર્ષમાં ત્રણ માળથી વધુની કેટલી ઈમારતને મંજુરી આપી પંચાયત પાસે જવાબ જ નથી

મોરબી આસપાસ આવેલા રવાપર,લીલાપર શનાળા વજેપર સહીતના ગામમાં 8થી 10 માળના ગેર કાયદે એપાર્ટમેન્ટના ખડકલા થઇ ગયા છે કેટલાક બાંધકામ તો એટલી હદે નિયમ વિરુદ્ધ છે કે તેમની સામે હાઈકોર્ટ સુધી ફરિયાદ પહોચી હતી હાઈકોર્ટે આ મુદે સ્થાનિક તંત્રને અનેક વખત ફટકાર વરસાવી છે હવે આ બહુમાળી ઈમારતોનું જંગલ જાણે મહેન્દ્રનગર અને આસપાસના ગ્રામ તરફ વધી રહ્યું હોય તેવી સ્થિતિ બની ગઈ છે મહેન્દ્રનગર ગામમાં આવેલ અનેક વિવાદિત જમીન પર બાંધકામ ખડકાઈ ગયા છે ગ્રામ પંચાયત વિસ્તારમ ત્રણ માળ કરતા વધુ માળના બાંધકામ માટે નિયમનું પાલન થવું જરૂરી છે તેમજ મોરબી શહેર અને આસપાસ વિસ્તાર ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારના સંવેદનશીલ હોવાથી પાંચ માળ કે તેથી ઉચાઇ ને મંજુરી આપી શકાય તેમ ન હોવા છતાં આડેધડ એપાર્ટમેન્ટ ખડકી દેવાયા છે હાલ આ ગામમાં આવેલા મીલન પાર્કમાં આવું જ એક આઠ માળનું બિલ્ડીંગ બની રહ્યું છે જેથી આ બાબતે ગામના સ્થાનિક નાગરિક જયંતી લાલ જેરામભાઈ આંખજા દ્વારા પંચાયત દ્વારા એક વર્ષમાં ત્રણ માળથી વધુ ઉચાઇની કેટલી ઈમારતોને મંજુરી આપી છે  ક્યાં નિયમ આધારે મંજુરી આપવામાં આવી તે અંગે આરટીઈ હેઠળ માહિતી માગી હતી જોકે પંચાયત દ્વારા આ અંગે કોઈ માહિતી આપી ન હતી જેથી તેઓ અપીલ માં તાલુકા પંચાયત કચેરીએ ગયા હોવા છતાં હજુ સુધી ટીડીઓ કચેરી તરફથી પણ કોઈ પ્રત્યુતર આપવામાં આવતો નથી આ બહુમાળી ઈમારતના નિર્માણ માં મોટા પાયે નિયમ ભંગ થઈ રહ્યો હોવા છતાં  જાણે બન્ને વિભાગ આ બાંધકામ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW