મોરબી તાલુકાના મધૂપુર ગામમાં આવેલી પ્રા શાળામાં અગાઉ ધોરણ ૧ થી ૮ નો અભ્યાક્રમ ચાલતો હતો. જોકે બે વર્ષ પહેલાં શિક્ષણ વિભાગ દ્વારા અપૂરતી સંખ્યાનું કારણ આપી શાળામાં ધોરણ ૬ થી ૮ નો અભ્યાસક્રમ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ ગામની શાળામાં ૧ થી ૫ સુધીના બાળકો જ અભ્યાસ કરી રહ્યા છે.ગામમાં હાલ ધોરણ ૬ થી ૮ના ૪૦ થી ૫૦ બાળકો અભ્યાસ કરતા હોય અને આં વર્ગ બંધ થવાથી તેમને હાલાકી પડતી હોવાની રજૂઆત રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ને કરી છે અને તેઓએ ગામમાં ફરી એકવાર ધોરણ ૬ થી ૮ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

