HomeGujaratમોરબીના કાલિકા નગરમાં લોડરના સુપડામાં બેસીને રમતા ત્રણ વર્ષના બાળકનું નીચે...

મોરબીના કાલિકા નગરમાં લોડરના સુપડામાં બેસીને રમતા ત્રણ વર્ષના બાળકનું નીચે પડવાથી મોત

મોરબીના કાલીકાનગર ગામે આવેલ તુલસી મિનરલ્સ કારખાનાના લેબર ક્વાટર્સમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની જીતેન ગુમનસિંહ ડાવરનો દીકરો 3 વર્ષનો દીકરો શીવા લોડરના સુંપડામાં બેસીને રમતો હોય તે દરમિયાન આરોપી સુનીલભાઇ કાળુભાઇ મેડાએ પોતાના હવાલાનું GJ-36-S-3717 નંબરનું લોડર ચાલુ કરી આગળ પાછળ જોયા વગર માણસોની જીંદથી જોખમાય તેમ બેફીકારી થી ગફલતભરી રીતે ચલાવી લોડરનું આગળનું સુંપડુ ઉચુ કરતા સુપડામાં તેમાં રમતો શીવા સુંપડામાંથી નીચે જમીન પર પડી જતા લોડર આગળ ચલાવતા લોડરનું આગળનું જમણી તરફનું વ્હીલ ફરીયાદીના દીકરા શીવાના છાતીના ભાગ ઉપર થી ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW