HomeGujaratમોરબીના સેન્ટમેરી સ્કુલ સામેના રહેણાંક વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈનના કામનું ખાતમુર્હત કરાયું

મોરબીના સેન્ટમેરી સ્કુલ સામેના રહેણાંક વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈનના કામનું ખાતમુર્હત કરાયું

મોરબી શહેરના નવલખી રોડ પર આવેલી સેન્ટમેરી સ્કુલના સામેના ભાગે આવેલા સોસાયટી વિસ્તારમાં પાલિકા દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન કામગીરીને મંજુરી મળી જતા ગત તા ૧૩ ના રોજ તેનું ખાતમુર્હુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.મોરબી માળિયાના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના હસ્તે આ કામગીરીનું ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થતા આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી લોકોને રાહત મળશે
આ તકે મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા તથા જેઠાભાઈ મિયાત્રા તેમજ મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયા, મહામંત્રી રીશીપ કૈલા તથા ભાવેશભાઈ કંઝારિયા તથા શહેર ભાજપ સંગઠનની ટીમ,મોરબી જીલ્લા સંગઠનના હોદ્દેદારો તથા મોરબી નગરપાલિકાનાં પૂર્વ કાઉન્સિલર સહિતના જોડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW