HomeGujaratશિક્ષકોને E-KYC,CAT પરીક્ષા માટેના દબાણ સહિતના કામથી પ્રા.શાળામાં શિક્ષણ કામગીરી બગડી કોંગ્રેસનો...

શિક્ષકોને E-KYC,CAT પરીક્ષા માટેના દબાણ સહિતના કામથી પ્રા.શાળામાં શિક્ષણ કામગીરી બગડી કોંગ્રેસનો આક્ષેપ

રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા છાત્રો એક તરફ શિક્ષકની ઘટ્ટ વચ્ચે અભ્યાસ કરવા મજબુર છે આટલું ઓછું હોય તેમ સરકાર સરકારી શાળાના શિક્ષકો પાસે અલગ અલગ કામગીરી કરાવતી રહે છે બી એલ ઓની કામગીરીને લઇ વર્ષોથી શિક્ષકો વિરોધ કરે છે જોકે સરકાર શિક્ષકો પાસે ઈ કેવાયસી, શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન ફોમ ભરવા,દર વર્ષે લેવામાં આવતીCAT પરીક્ષામાં વધુને વધુ છાત્રોને જોડવા દબાણ ,વૃક્ષો વાવવા અને ઉછેરવા દબાણ,સહિતની અનેક કામગીરી શિક્ષક પાસે કરાવવામાં આવે છે જેના કારણે બાળકોને શિક્ષકો અભ્યાસ કરાવી શકતા નથી પરિણામે બાળકોના અભ્યાસ પર અસર પડતા તેઓનો પાયો નબળો રહી જાય છે જેની અસર માધ્યમિક કક્ષાના અભ્યાસમાં થાય છે આટલું ઓછું હોય તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દેશમાં ગુજરાતની એક માત્ર સીટ ફાળવાઈ છે તેવી દહેરાદુન મીલીટરી સ્કુલના એડમીશન અંગેની પરીક્ષા માટે વધુને વધુ બાળકોને જોડવા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠતા આ મુદે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સીએમને પત્ર લખી શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃતિ બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW