નવરાત્રી પર્વ ચાલી રહ્યા છે. ત્યારે શહેરની પોસ્ટ ઓફીસ ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાસ રમ્યા બાદ ભોજન કરતી વેળાએ પોસ્ટ મેનને હાર્ટ એટેક આવતા હૃદયરોગનો હુમલો ઘાતક નીવડ્યો હતો અને મોત થયું હતું. જેથી સમગ્ર પોસ્ટ ઓફિસમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસના પટાંગણમાં ગઈકાલે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર માટે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા. જ્યાં સૌ કોઈ મનમુકીને ગરબે ઘૂમ્યા હતા ગરબા બાદ ભોજનનું આયોજન કરાયું હતું. સૌ પોસ્ટ ઓફીસના પરિવારજનો ભોજનનો સ્વાદ માણી રહ્યા હતા.
ત્યારે પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રવજીભાઈ ઘુમલીયા (ઉ.વ.૪૯) ને હાર્ટ એટેક આવ્યો હતો. જે હાર્ટ એટેકને પગલે પોસ્ટમેનનું મોત થયું હતું. જેથી પોસ્ટ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. થોડા સમય પૂર્વે સાથે ગરબે ઘુમનાર સાથી કર્મચારી ગુમાવતા પોસ્ટ ઓફીસના સ્ટાફની આંખુમાં અશ્રુનો દરિયો વહેવા લાગ્યો હતો.

