મોરબી એસટી પરિવારના આંગણે અંબાજી માતાજીનો પ્રથમ પાટોત્સવ નિમિતે સવંત 2080 આસો સુદ-11 ને સોમવારના રોજ માતાજીનો પ્રથમ ઉજવણી, ઉમંગ ઉત્સાહ ભાવભકિત પૂર્વક શ્રધ્ધાથી ઉજવવાનો અમુલ્ય અવસર પ્રદાન થયો છે. આ શુભ પ્રસંગે યોજાયેલ 14 ઓક્ટોબરના 8:30 વાગ્યે નવા બસ સ્ટેશનમાં નવચંડી યજ્ઞ યોજાશે. જેમાં શ્રી યજ્ઞનારાયણ ભગવાનના દર્શનનો લાભ લેવા તેમજ આશીર્વાદ લેવા, માતાજીની ભકિતની સરવાણીમાં હૈયુ ભીજવવા આંખ ત્રિવેણી સંગમમાં આપસૌને સહ પરિવાર સાથે મોરબી પધારવા સ્નેહભર્યું વાત્સલ પૂર્વ ભાવભર્યું હાર્દિક આંમત્રણ પાઠવામાં આવ્યું છે. તેમજ આ યજ્ઞની ૩:30 વાગ્યે પૂર્ણાહુતી થશે. તેમજ મહાપ્રસાદની પણ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ પ્રસંગે નિવૃત વડીલો હાજર રહી પ્રોત્સાહિત કરશે.

