HomeGujaratજામનગરમાં દિયર-ભાભી વચ્ચે ચાલતા પ્રેમસંબંધનો અંત આવતા દિયરે ભાભીને પથ્થરોનો ઘા મારી...

જામનગરમાં દિયર-ભાભી વચ્ચે ચાલતા પ્રેમસંબંધનો અંત આવતા દિયરે ભાભીને પથ્થરોનો ઘા મારી મોત નીપજાવ્યું

જામનગર જિલ્લાના લાલપુરના ઝાખર ગામમાં સંબંધોની હત્યાનો મામલો સામે આવ્યો છે. ભૂતકાળમાં દિયર-ભાભી વચ્ચે પ્રેમસંબંધ હતો. પરંતુ, ભાભીએ પ્રેમસંબંધનો અંત આણી દેતા ઉશ્કેરાયેલા દિયરે પથ્થરોના ઘા મારી ભાભીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનીમાહિતી મુજબ લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા યુવાનની પત્ની રીનાબા ઉ.30 નામની યુવતી સાથે તેણીના જ દિયર વિજયસિંહ સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો.

બાદમાં દિયર-ભાભીના પ્રેમસંબંધની બળવંતસિંહને ખબર પડી જતાં તેની પત્નીને સમજાવ્યા બાદ પત્ની રીનાબા તેણીના દિયરથી દુર રહેવા લાગ્યા હતાં અને ત્યારબાદ દિયર પ્રેમીના કહ્યા મુજબ કંઈ પણ કરતા ન હતાં અને માનતા પણ ન હતાં. આ બાબતનો ખાર રાખી વિજયસિંહે ગત રાત્રિના સમયે તેના ભાભી રીનાબા,ઉ.30 નામની યુવતી ઉપર સોસાયટીની ખુલ્લી જગ્યામાં પથ્થર વડે મોઢા ઉપર તથા કપાળ ઉપર હુમલો કર્યો હતો.

પત્નીની હત્યાની જાણ પતિ દ્વારા કરવામાં આવતા પીઆઈ પી ટી જયસ્વાલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિના નિવેદનના આધારે હત્યારા દિયર વિરૂધ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે. આરોપીની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW