મોરબીના નવલખી રોડ પાસે આવેલ લાયન્સનગરમાં બાતમીના આધારે રેડ મારતા ત્યાં ચરમારીયા ડાડાના મંદિરની બાજુની શેરીમાં આવેલ આરોપી સીરાજભાઈ અલાઉદીનભાઈ કટીયા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી કુલ 10 વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ.- 3400 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા તે શખ્સને ફરાર બતાવી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

