મોરબીમાં દર વર્ષની જેમ પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ શહીદ પરીવાર લાભાર્થે ની તૈયારીઓ ચાલી રહી છે. ઉપરાંત આ વર્ષે નવરાત્રી મહોત્સવથી થયેલી આવકની અમુક રકમ પાટીદાર કરિયર એકેડમીમાં અર્પણ કરવામાં આવશે.
મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મુકીને ગરબે રમાડશે. આ નવરાત્રી મહોત્સવ 21થી વધુ શહીદોના પરિવારોનું સ્ટેજ ઉપર સન્માન કરીને રૂ. 1-1 લાખનો ચેક આપવામાં આવશે. આ શહીદના પરિવારો માટે આવવા, જવા તેમજ રોકાવા સહિતની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. નફાની બાકીની 50 ટકા રકમ પાટીદાર કેરિએર એકેડમીને ફાળવવામાં આવશે તેમ આ યોજનના નફાની તમામ રકમ સેવાકાર્યોમાં વપરાશે તેવું આયોજક અજય લોરિયાએ જાહેર કર્યું છે.
આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ આઇડી સાથે રાખવાનું રહેશે. જે આયોજકો તથા બાઉન્સર દ્વારા ગમે ત્યારે ચેક કરવામાં આવશે. 25 વિઘા રામેશ્વર ગ્રાઉન્ડ અને પરમેશ્વર ગ્રાઉન્ડ ઉપર સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં જનરલ પાર્કિંગ ન્યુ એરા સ્કૂલ તરફનો ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ છે. તે ઉપરાંત તેનાથી આગળ રવાપર રેસિડેન્સીની બાજુમાં પણ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. નાના બાળકો માટે હીંચકા, લપસીયા સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે. આ આયોજનમાં માધવ સિક્યુરિટી સુરક્ષા પુરી પાડશે તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનની 150 વ્યક્તિની ટિમ સતત ખડેપગે છે. આ નવરાત્રી મહોત્સવમાં પાટીદાર બહેનો તથા તમામ સમાજની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે.સાથે સાથે સીસીટીવી કેમરા અને કોઈ કારણોસર ઈજા પહોચે તો મેડીકલ ટીમની પણ વ્યવસ્થા કરાઈ છે.

