HomeGujaratમોરબીના શનાળા નજીક મિસ ફાયરિંગની ઘટનામાં હથિયાર સાથે એકની ધરપકડ

મોરબીના શનાળા નજીક મિસ ફાયરિંગની ઘટનામાં હથિયાર સાથે એકની ધરપકડ

મોરબીના શનાળા નજીક આવેલ હોથલ હોટેલ પાસે તા.-27/09ની રાત્રીના મિસ ફાયરિંગ ની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તે ઘટના સ્થળે પડેલી મોન્ટુ પલ્લવ રાવલની કારની તલાશી લેતા ફાયરિંગ થયેલ પિસ્તોલ સિવાય અન્ય એક પિસ્તોલ મળી આવતા પોલીસે બંને હથીયાર તેમજ જીવતા કાર્ટીઝ એમ કુલ મળી રૂ.- 20,500 નો મળેલ મુદામાલ જપ્ત કર્યો હતો. જે બાદ ભાર્ગવ ઉર્ફે મોન્ટુ રાવલની ધરપકડ કરી તેના વિરૂદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ હોટેલે શિવમ ભુંભરિયા નામના શખ્સની કારમાંથી બે છરી તલવાર નીકળતા અટકાયત

શુક્રવારે રાત્રે થયેલી ફાયરિંગ ની ઘટના બાદ ઈજા ગ્રસ્ત યુવકને શિવમ તેની ફોર્ચ્યુનર કાર GJ-39-CN-3 નંબરની કારમાં ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. બીજી તરફ ઘટનાની તપાસ કરતી પોલીસની ટીમને બાતમી મળી હતી કે શિવમ ભુંભરીયા તેની કારમાં છરી ધોકા અને તલવાર રાખેલા હોય જેથી પોલીસે વાનની તપાસ કરતા તેમાંથી બે છરી, તલવાર અને બેસબોલ ધોકા મળી આવ્યા હતા. જેથી શિવમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે જેલ હવાલે કર્યો હતો. આ કેસની તપાસ દરમિયાન શિવમની જે કાર જપ્ત કરી હતી. તે કાર ની નંબર પ્લેટ પણ બનાવટી હોવાનું સામે આવતા પોલીસે વધુ એક ગુન્હો નોંધ્યો હતો. આ ઉપરાંત રવી ખટાણા નામના શખ્સની GJ-13AD-1935 નંબરની થારની તલાશી લેતા પોલીસને તેમાંથી છરી મળી આવતા તે તમામ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW