રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો મોડી રાત્રે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો મોરબી જિલ્લામાં ગત રાત્રીના ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો મોરબી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ કચેરી ખાતે મોરબી તાલુકામાં ગત રાત્રીના 14મીમી વરસાદ વાંકાનેરમાં 25 મીમી ટંકારામાં 7 મીમી વરસાદ નોધાયો હતો જોકે હળવદ અને માળિયા પંથકમાં વરસાદ નોધાયો ન હતો
ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ મહિનામાં અતિભારે વરસાદ પાડ્યા હતા જુલાઈ મહિનામાં વરસાદે લાંબો વિરામ લીધો હોય તેમ એક પણ તાલુકામાં નોધપાત્ર વરસાદ થયો ન હતો જોકે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે ત્રણ દિવસ આવો માહોલ રહે તેવી સંભાવના છે