મોરબી તાલુકાના નાનીવાવડી કુમાર પ્રા. શાળા, નાનીવાવડી કન્યા તાલુકા શાળા અને ગ્રામ પંચાયત- નાનીવાવડીના સંયુક્ત ઉપક્રમે કુમાર શાળાના મદદનીશ શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાને વર્ષ – 2024 માં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળવા બદલ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
શાળાના શિક્ષક અશોકકુમાર કાંજીયા દ્વારા શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાએ કરેલ વિવિધ ઇનોવેટીવ શૈક્ષણિક કામગીરી, સહાભ્યાસિક પ્રવૃતિઓ, શાળા વિકાસમાં યોગદાન વગેરે બાબતોને આધારે તેમણે ગત 5 સપ્ટેબર 2024 ના રોજ ગુજરાતના સન્માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ શિક્ષણ જગતના અન્ય મહાનુભાવોની હાજરીમાં ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા તેઓ મોરબી જિલ્લા અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તેમજ પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સાલ અને સન્માન પત્ર, અન્ય મહાનુભાવો તથા ગ્રામ પંચાયત દ્વારા સાલ તેમજ બને શાળા પરિવાર દ્વારા સન્માન પત્ર, પુસ્તક અને સાલ ઓઢાડી અશોકભાઈને સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ સન્માન કાર્યક્રમના મુખ્ય તરીકે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત સદસ્ય જયંતિ ભાઈ પડસુંબીયા, અરવિંદભાઈ વાંસદળિયા, પરેશભાઈ રૂપાલા, કે.ડી. પડસુંબીયા, હરેશભાઈ રૂપાલા, સરપંચ નાનીવાવડી તથા ગ્રામ પંચાયતના સભ્યો, સી.આર.સી. ઉમેશભાઈ બોપલીયા, હર્ષદભાઈ મારવાણીયા, ગૌતમભાઈ ગોધવીયા, ચાંચાપર તાલુકા શાળા આચાર્ય ભાવિષાબેન પટેલ, નાનીવાવડી તાલુકા શાળા આચાર્ય વિનોદભાઈ કાવર, શાળાના આચાર્ય હરેશ ગોહેલ તથા બને શાળાના સ્ટાફ પરિવાર હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન બળદેવભાઈ વિલાપરાએ કર્યું હતું.

