મોરબીની નીચી માંડલ ગામથી વાકડા જવાના રસ્તે ચોકડી ઉપર આવેલ શ્રી હરી કોમ્પલેક્ષ પાસે જાહેરમા ગત તા.- 20/09/2024 ના રોજ આરોપી હરેશભાઇ પોપટભાઇ સોલંકીએ પોતાના જન્મ દિવસ અન્વયે જાહેર જગ્યામા એક કાળા કલરની સ્કોર્પીયો ગાડીના આગળના બોનેટ ઉપર અલગ અલગ ફોટાઓ તથા હરેશ નામવાળી કેક રાખી તલવાર જેવા તીક્ષણ હથીયારથી કેક કાપી બાદમાં સોશીયલ મીડીયા ઉપર વીડીયો પોસ્ટ કર્યો હતો.
મોરબીમાં છાસ વારે મોટા બાપના દીકરાઓ રોડ અને અન્ય જાહેર જગ્યામાં ફટકડા ફોડી કે તલવારથી કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે અને વિડીઓ સામે આવે એટલે પોલીસે તેને પકડી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરે છે. જોકે બે દિવસ પહેલા આ જીઆરડી જવાનનો વિડીયો સામે આવ્યો હતો. આ બનાવમાં અંતે પોલીસે જીઆરડી જવાન સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

