HomeGujaratપાસપોર્ટ વેરીફીકેશન માટે રૂ 500ની લાંચ લેનાર પોલીસ કર્મીને મોરબી કોર્ટે ફટકારી...

પાસપોર્ટ વેરીફીકેશન માટે રૂ 500ની લાંચ લેનાર પોલીસ કર્મીને મોરબી કોર્ટે ફટકારી 5 વર્ષની કેદ

મોરબી કોર્ટે આજે પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચ લેનાર પોલીસ કર્મીને સરકારી વકીલ અને એસીબી દ્વારા રજુ કરેલા આધાર પુરાવાને આધારે દોષિત જાહેર કર્યા હતા અને 5 વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકાર્યો હતો
મળતી માહિતી મુજબ માળિયા મિયાણામાં રહેતા એક વેપારીના નાના ભાઈની પત્નીએ પાસપોર્ટ ઓફિસમાં વર્ષ 2014માં અરજી કરી હતી જે અંગે માળિયા મિયાણા પોલીસ મથકમાં વેરીકેશન પ્રકિયા કરવાની હતી અને તે માટે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરીયાદી તેના નાનાભાઈની પત્ની સહિતના ત્રણ લોકો પોલીસ મથકમાં વેરીફીકેશન માટે ગયા હતા ત્યારે ફરજ પર હાજર અમરતભાઈ માવજીભાઈ મકવાણા નામના પોલીસ કર્મીએ પોલીસ વેરીફીકેશન પ્રકિયા અને ફોર્મ ભર્યા બાદ તેની પાસે રૂ 500ની લાંચ માગી હતી જોકે ફરિયાદી પાસે તે સમયે રૂપિયા ન હોવાથી પછી આપવાનું નક્કી થયું હતું જોકે તેઓ લાંચ આપવી ન હોવાથી એસીબીમાં જાણ કરતા અસીબીએ છટકું ગોઠવ્યું હતું અને રૂ 500ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી
જે બાદ એસીબીએ આ કેસમાં તપાસ પૂર્ણ કરી મોરબી કોર્ટમાં ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ આગળ ચાલ્યો હતો અને તેમાં સરકારી વકીલ વિજય જાની દ્વારા ફરીયાદી તરફી દલીલો કરી હતી તેમજ કેસને લગતા 7 મૌખિક અને 35 લેખિત દસ્તાવેજ રજુ કર્યા હતા કોર્ટે પુરાવા અને સાક્ષીઓ આધારે આરોપી પોલીસ કર્મીને 5 વર્ષની કેદ અને રૂ 10000 નો દંડ ફટકાર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW