માળીયાના વનાળીયા શકિત સોસાયટીમાં અને મૂળ મોરબીના ધરમપુરમાં રહેતા સવજીભાઈ ઉપસરીયાએ ગત તા.19/09 ના રોજ સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી વાકાનેર હાઈવે પર શકિત ચેમબર સામે રોડ ક્રોસ કરતા હોય તે દરમિયાન GJ-36-K-9837 નંબરનું બજાજ કંપની નુ સીટી -100 મોસાના ચાલકે પોતાનુ મોસા પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી સવજી ઉ.વ 40 વાળાને હડફેટે લેતા તેને માથાના ભાગે મુંઢ ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મરણજનારના ભાઈ એ તે બાઈક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

