HomeGujaratમોરબીના સુધારાવાળી શેરી અને સરદાર રોડમાં એક બેકી વાહન પાર્કિંગ કરવા તંત્રનો...

મોરબીના સુધારાવાળી શેરી અને સરદાર રોડમાં એક બેકી વાહન પાર્કિંગ કરવા તંત્રનો આદેશ

મોરબીની સુધારાવાળી શેરી, સરદાર રોડમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસસ વિભાગ ઉપરાંત 2 બેંક, સમાજવાડી, સ્કુલ અને જથ્થાબંધ સામાન વિક્રેતા પણ આવેલા હોય, નાનાં-મોટા વાહનો રોડની બંને બાજુમાં અવ્યવસ્થિત પાર્કિગ કરતા હોવાથી આગ અકસ્માત અને રેસ્ક્યુ કોલ સમયે ફાયર બ્રિગેડના વાહનોને જવામાં અવરોધ થાય અને ઘટના સ્થળે પહોચવામાં વિલંબ થતો હોવાથી સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા બાબતે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1) બી અન્વયે મળેલ સતની રુએ સુધારા શેરી સરદાર રોડ ઉપર નાના-મોટા વાહનોનું પાર્કિંગ મહિનાની એકી તારીખ દરમિયાન રોડની ડાબી બાજુએ તથા મહિનાની બેકી તારીખ દરમિયાન રોડની જમણી બાજુએ કરવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા.-15/11/2024 કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW