HomeGujaratમોરબી જિલ્લામાં 55 જેટલી ગણેશજીની મોટી પ્રતિમાઓ નું આજે થશે વિસર્જન,મુખ્ય માર્ગો...

મોરબી જિલ્લામાં 55 જેટલી ગણેશજીની મોટી પ્રતિમાઓ નું આજે થશે વિસર્જન,મુખ્ય માર્ગો પર નીકળશે શોભાયાત્રા

મોરબી જિલ્લામાં વિઘ્નહર્તા ગણેશની હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામાં આવી હતી અને 11 દિવસ સુધી ભકિતભાવ પૂર્વક પૂજા કર્યા બાદ આજે બાપ્પાને ભાવભેર વિદાય આપવામાં આવશે મોરબી જિલ્લાની ત્રણ નગર પાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા વિસર્જન માટે કૃત્રિમ કુંડ અથવા સુરક્ષિત સ્થળે મૂર્તિ વિસર્જનની સ્થાપના કરી છે મોરબી શહેરમાં તો લોકોની ભીડને ધ્યાને રાખી 4 અલગ અલગ સ્થળ પર મૂર્તિઓ એકત્ર કરવામાં આવી રહી છે અને મોરબી શહેરના સ્કાય મોલ પાસે ના મેદાનમાં,પોલીસ પરેડ ગ્રાઉન્ડ એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ અને એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાલિકા દ્વારા મૂર્તિ એકત્ર કરવામ આવશે અને તેના માટે મોરબી નગર પાલિકા દ્વારા જરૂરી વ્યવસ્થા કરી છે તેમજ મદદ માટે સ્ટાફ પણ ફાળવ્યો છે આ ઉપરાંત મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ બિન જરૂરી ભીડ ન થાય તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે

મોરબી શહેરની વાત કરીએ તો મોરબી એ ડીવીઝન વિસ્તારમાં અલગ અલગ 25 જેટલા ગણેશ પંડાલમાંથી શોભાયાત્રા નીકળશે આ ઉપરાંત બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી 13 તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી એક વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાંથી 9 હળવદમાંથી 5 અને ટંકારા પોલીસ મથક વિસ્તાર 2 મળી કુલ 55 જેટલી મોટી પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે આ ઉપરાંત નાની મોટી પ્રતિમા સાથે પણ લોકો વિસર્જન યાત્રા લઈને નીકળશે અને શહેરમાં નક્કી કરાયેલ સ્થળ સુધી જશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW