હળવદ પંથકમાં નીલ ગાયનો શિકાર કરતી ગેંગ સક્રિય બની છે અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના અંધારાનો લાભ લઇ નિલ ગાયના શિકાર કરાઇ રહ્યાં હોવાના આક્ષેપ થયા છે. ત્યારે વન વન કર્મીઓના નાક નીચેથી આ શિકારી ગેંગ શિકાર કરી રહ્યો હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં સામે આવ્યો હતો. જેમાં ત એક ગેંગ દ્વારા હળવદ અને સુંદરી ભવાની ગામની હદમાં આવેલા વન્ય વિસ્તારમાં પહોચી હતી અને નીલગાય પર ફાયરીંગ કર્યું હતું જેમાં એક નીલગાયનું મોત થયું છે તો એક નીલ ગાયની હાલત ગંભીર હોવાનો દાવો કર્યો હતો.
વિડીઓ બનાવનારે આક્ષેપ કર્યો છે કે, તેમના ગામની આસપાસ શિકારી ગેંગ અગાઉ પણ નીલાગાયનો શિકાર કરી ગઈ છે. જે મુદે વન વિભાગનું ધ્યાન દોરવા છતાં વન વિભાગ હજુ ઊંઘમાં હોય તેમ આજદિન સુધી શિકારી ગેંગ સુધી વન વિભાગ પહોચી શક્યું નથી. જેથી ગામના જીવદયા પ્રેમી દ્વારા આ ઘટનાનો વિડિયો બનાવ્યો હતો અને આ મુદે ગામના સરપંચ થી લઈ તાલુકા અને જિલ્લા કક્ષા સુધી રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા લેવાયા નથી. જેથી આ મુદે ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ ચંદુ શિહોરા ને વિડીયો થકી ફરિયાદ કરી હતી અને નીલગાય નોશિકાર કરતી ગેંગ સામે કફક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ઘટનાની જાણ થતા પશુ ચિકિત્સકની ટીમ અને વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી. નિલ ગાયનું મોત શિકાર નહિ પણ ઝેરથી થયું હતું. આ ઘટના બાદ નીલગાયનું પીએમ કરનાર પશુ ચિકિત્સક વિનય વશિયાનીએ જણાવ્યું હતું કે, નીલગાયના મૃત દેહનું પોસ્ટ મોર્ટમ કરતા શરીરમાંથી બુલેટ કે તેનાથી ઈજાના નિશાન મળી આવ્યા નથી. જેથી ફાયરીંગથી મોત થયું તે કહી શકાય નથી શરીરમાંથી પોઈઝનીંગ પણ મળી આવેલ છે અને તેનાથી મોટા થવાની આશંકા છે જેથી શરીરમાંથી જરૂરી સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલ્યા છે. તપાસ બાદ નીલગાયના મોત જાણી શકાશે. નીલગાયનો શિકાર નથી થયો.
હળવદ આર એફ ઓ એ કરમટા એ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમીયાન શિકારની ઘટના બની નથી. અગાઉ બ્રાહ્મણી ડેમ વિસ્તારમાં એક શિકારની ઘટના બની હતી તેમાં આરોપીઓ જેલ હવાલે છે.