વાંકાનેર સીટી પોલીસને મળેલ બાતમીના આધારે રાજાવડલા નવા જાપા પાસે રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમતા મુસ્તુફાભાઈ રસુલભાઈ મરડીયા, સોયબભાઈ રસુલભાઈ વડાવીયા, રોહિતભાઈ પાંચાભાઈ બારૈયા, કિશનભાઈ ધનજીભાઈ ધરજીયા, નીલેશભાઈ બાબુભાઈ સોલંકી અને રવિભાઈ ગોબરભાઈ સોલંકી સહીત છ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 14,720નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.