રાજ્યની દર્દનાક દુર્ઘટનાઓ પૈકીની એક એવી ઝુલતા પુલ દુર્ઘટનામાં હાલ હાઈકોર્ટમાં સુઓ મોટો કેસ ચાલી રહ્યો છે હાઈ કોર્ટ દ્વારા તેની નિયમિત સૂનવણી હાથ ધરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે આજે આ કેસમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી કોર્ટે કેસને લગતી બાબતોમાં પીડિત પરિવાર,સરકારી વકીલોને સાંભળ્યા હતા આ ઉપરાંત કોર્ટ કમિશ્નર દ્વારા અલગ અલગ પરિવારને રૂબરૂ મળી તૈયાર કરેલા રીપોર્ટને રજુ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટ કમિશનર એશ્વર્યા ગુપ્તાએ રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે એક પરિવારમાં આ દુર્ઘટનામાં પિતા અને તેના બે પુત્રનું મૃત્યુ થયું હતું. ત્યારે ઘરમાં હવે પત્ની અને એક પુત્રી જ બચ્યા છે. ઓરેવા કંપનીએ કહ્યું હતું કે તે અનાથ બાળકોને દતક લેશે. આ છોકરી તેના દાદા દાદી પાસે રહે છે.
કોર્ટે આ ઘટનામાં અનાથ બનેલા બાળકોના શિક્ષણ ખર્ચ,મેડીકલ ઉપરાંત તેમના ભવિષ્યમાં કામ અને લગ્ન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી આ ઉપરાંત તેમના વળતર વિશે વાત કરાઈ છે ? તેમને વળતર વિશે ખબર હતી કે નહીં ? પીડિતો માટે જે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે તેના કોઈ ડોક્યુમેન્ટ તેમને આપવામાં આવ્યા છે? કંપની તેની જવાબદારી નિભાવે નહીં તો કાગળિયા વગર કેવી રીતે આ લોકો પગલાં લેશે ? કંપની કેવી રીતે કહી શકે કે છોકરી હવે 20 વર્ષની થઈ એટલે હવે તેને ખર્ચ આપવાની જરૂર નથી ? છોકરીને લગ્નનો ખર્ચ કોણ આપશે તેના પિતા તો હવે રહ્યા નથી ! જો તે કામ કરે તો પણ તેના લગ્નનો ખર્ચ કંપની આપવો પડશે.કોર્ટ કમિશનરે જણાવ્યું હતું કે કોર્ટને જણાવ્યું હતું કે સંપૂર્ણ અનાથ અથવા તો માતા-પિતા પૈકી એક વ્યક્તિ ગુમાવેલ હોય તેવા કુલ 21 બાળકો છે. જેમાં સાત સંપૂર્ણ અનાથ અને 14 સિંગલ પેરેન્ટ બાળકો છે. આ પૈકી 08 છોકરીઓ છે.જેમાંથી ચાર છોકરીઓ સાથે કોર્ટ કમિશનરે વાત કરી હતી. જેમાં 17 વર્ષથી લઈને 1.5 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે.
અભ્યાસ ઉપરાંત છોકરીઓના લગ્નનો ખર્ચ પણ કંપની ઉપાડે. કંપની પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પૂરી કરે. વળી પીડીતોને પણ તેમને મળનારા વળતરની ખબર હોવી જોઈએ. નહિતર એ લોકો કંપની પાસે શું માંગશે ? તેમ કોર્ટે જણાવ્યું હતું જોકે આ દરમિયાન ઓરેવાના વકીલે તેમના અસીલના સૂચનો માગવાની વાત કરતા કોર્ટે તેમને પણ ખખડાવતા જણાવ્યું હતું કે કંપની દર વખતે વળતરની બાબતમાં સૂચનાઓ માંગવાની વાતો કરે છે. કોર્ટ તમને નિર્દેશ આપે છે, તમને વળતર આપવા અંગે પૂછતી નથી.