મોરબી જિલ્લામાં થયેલા ભારે વરસાદે સમગ્ર જીલ્લામાં વિનાશ વેર્યો હતો પાંચેય તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા આટલું બાકી હોય તેમ અલગ અલગ ડેમમાં થી નદીઓમાં છોડવામાં આવેલા પાણી પણ ગામોમાં ઘુસ્યા હતા જેના કારણે લોકોની મુશ્કેલીઓ બેવડાઈ હતી ત્યારે મોરબી તાલુકના ધૂળકોટ ગામમાં પણ સ્થિતિ કથળી હતી ઠેર ઠેર વરસાદી પાણી ઘુસ્યા હતા ગામમાં આવેલી બન્ને આંગણવાડી પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી આંગણવાડીમાં ૩થિ૪ ફૂટ જેટલું પાણી ભરતા આંગણવાડી કર્મીઓની નજર સામે તેમાં રહેલી અનાજ તેલ કઠોળ તેમજ રજીસ્ટર સહિતનો સામાન પલળી ગયો હતો જેનાં કારણે તેમાં મોટા પાયે નુકશાન પહોચ્યું હતું આ અગે આંગણવાડી કર્મચારી ચંદ્રિકાબેનને જણાવ્યું હતું કે રાત્રિના સમયે ઓચિંતા સમયે પાણી આવી ગયું હતું અને પાણીનો મોટો પ્રવાહ આંગણવાડીમાં આમારી નજર સામે નુકશાન થયું હતું.
ગ્રામ્ય વીસ્તારમા ભારે વરસાદને પગલે થયેલા નુકશાન બાદ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા અને તેની ટીમ સ્થળ પર પહોચી હતી અને સ્થીતી જાણી હતી અને આંઅંગે જરૂરી મદદ કરવાની ખાતરી તેઓએ આપી હતી