HomeGujaratભારે વરસાદના પગલે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ...

ભારે વરસાદના પગલે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ

લાડવા-ગાંઠીયા, સુખડી, ભાત, પુરી,શાક, કઢી, ખીચડી સહીતની ભોજન સામગ્રી પુરી પાડી સ્થળાંતરિતોને ભરપેટ ભોજન પીરસી જઠરાગ્નિ તૃપ્ત કરતી મોરબી ની સંસ્થા. રામધન આશ્રમ-મોરબી ના મહંત પ.પૂ.રતનેશ્વરીદેવીજી ની ઉપસ્થિતી માં કચ્છ જતાં પ્રવાસીઓને આશ્રય આપતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર.

હરહંમેશ માનવસેવા માટે અગ્રેસર જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે. ત્યારે તાજેતર માં મોરબી જીલ્લા માં થયેલ અતિવૃષ્ટીના પગલે સ્થળાંતરીતો માટે ફુડપેકેટ બનાવવા ની કામગીરી અવિરતપણે સંસ્થા દ્વારા ચાલુ રખાઈ છે. ગઈકાલે મોરબી જીલ્લા વહીવટી તંત્ર ની સુચનાથી મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા 10000 ફુડપેકેટ બનાવવામાં આવ્યા હતા તે ઉપરાંત આજે પણ ફુડપેકેટ બનાવવાનુ સંસ્થા દ્વારા અવિરતપણે ચાલુ રાખવામાં આવ્યુ છે.

જેમાં લાડવા-ગાંઠીયા, સુખડી, પૂરી-શાક, ભાત, ખીચડી, કઢી સહીત ની ભોજન સામગ્રી પ્રદાન કરી સ્થળાંતરિતો ને ભરપેટ ભોજન પીરસી તેમની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત કચ્છ જતાં પ્રવાસીઓને પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. મોરબી રામધન આશ્રમ ના મહંત પ.પૂ. રતનેશ્વરી દેવીજી સહીત ના સંતો-મહંતો એ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ની રૂબરૂ મુલાકાત લઈ સેવાકાર્ય ની સરાહના કરી આશિર્વાદ અર્પણ કર્યા હતા. સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી ના નેતૃત્વ માં કાર્યરત સેવાકાર્યમાં રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ સહીત ની સંસ્થા ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW